મિતેશ માળી, વડોદરા: પાદરાના મહુવડ રણું રોડ પર થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ વ્યક્તિનું મોત થયું છે. ઘટનામાં મૃતકોની સંખ્યા હવે 13 થઈ છે. વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોડી રાત્રે ઈજાગ્રસ્તનું મોત થયું. રણુંની રિઝવાનબાનું હબીબહસન મલેક (17)નું મોત નિપજ્યું છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાદરા સરકારી દવાખાને લાવવામાં આવ્યા છે. પાદરા સરકારી દવાખાને 7 મૃતદેહોને પોસ્ટમોર્ટમ જ્યારે વડું સરકારી દવાખાને 6 મૃતકોના પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યા છે.
અત્રે જણાવવાનું કે શનિવારે વડોદરાના પાદરાના રણુ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. આઈસર અને ડમ્પર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. જે લોકોના મોત થયા છે તેમાં ભોજ ગામના 6 લોકો અને રણુંના 6 લોકોનો સમાવેશ થાય છે.
જુઓ LIVE TV
પ્રાપ્ત વિગત અનુસાર લગ્ન પ્રસંગમાં મોસાડું લઈને પરત ફરતા મોસાડીયાઓને વડોદરાના પાદરાના રણું નજીક અકમ્સાત થયો હતો. આઇસર અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં ઘટનાસ્થળે 8 લોકોના મોત થયા હતા. ત્યારબાદ વધુ 5 લોકોના મોત થયા છે. આઇસરમાં કુલ 50 લોકો સવાર હતા. આઇસરમાં લોહીના ખાબોચીયા ભરાય ગયા હતા. તો અનેક લોકોને આ ઘટનામાં ઈજા થઈ છે. ઘટનાની જાણ તથા પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ઈજાગ્રસ્તોને પાદરા સરકારી હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે